રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
પાટણ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ૨ ઓવરબ્રિજ અને એક અંડર બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું જે પૈકી એક અંડર બ્રીજ અને એક ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે આ બંને બ્રીજો ઘણા સમયથી જનતા માટે ખુલ્લા પણ મુકી દેવામાં આવ્યા છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત,રાજપૂત કરણી સેના,વામૈયા સ્ટેટ બાર ગામ દરબાર પરમાર સહિત જુદા જુદા સંગઠનો દ્વારા પ્રાંત કચેરી અને નગરપાલિકા ચીફ ઓફિસરને બંને બ્રિજના નામકરણ ને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સિદ્ધપુર દેથળી સર્કલ ઉપર સિધ્ધરાજ જયસિંહની પ્રતિમાનું નિર્માણ કરવા માટે વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પાટણ જિલ્લા પ્રમુખ પરમાર પ્રવિણ સિંહ (નેદરા) અને રાજપૂત કરણી સેના અધ્યક્ષ નવઘણ સિંહ વાઘેલા અને જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશ સિંહ રાજપુત સહિત સમસ્ત સંગઠનના આગેવાનો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.