રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા
મહિલા સશક્તિકરણ પખવાડિયા ના ભાગરૂપે આજે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન રાજપીપલા દ્વારા શ્રમજીવી મહિલા દિવસની વેબિનાર ના મહિલા સશક્તિકરણ પખવાડિયા ના ભાગરૂપે આજે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન.રાજપીપલા દ્વારા શ્રમજીવી મહિલા દિવસ ની વેબિનાર ના માધ્યમ દ્વારા ર્ડો. ગૌરાંગ જાની સમાજ શાસ્ત્રી, ગુજરાત યુનિવર્સિટી એ અભયમ ટીમ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓ એ પોતાના ભાવવાહી માર્ગદર્શન મા જણાવેલ કે દરેક મહિલા શ્રમ જીવી છે જે માતા, બહેન, પત્ની કે દીકરી હોઈ શકે જેના ગૃહ સંભાળ બદલ કોઈ આર્થિક વળતર આપતું નથી તો તેઓનો આભાર માનવો જોઈએ કે તેમની અથાગ મહેનત થી આપણા ઘર ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઉપરાંત જેઓ પરિવાર માટે આર્થિક પ્રવૃતિઓ મા જોડાયા છે તેવા ખેતમજુર મહિલાઓ, બાંધકામ ના ક્ષેત્ર મા જોડાયેલ મહિલાઓ, જંગલ આધારિત પેદાશો દ્વારા રોજગારી મેળવે છે, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓ વગેરે ને સુરક્ષા પુરી પાડવાના સમાજ ની જવાબદારી છે. અભયમ મહિલા હેલ્પલાઇન અને મહિલા અને બાળવિકાસ વિભાગ ના વેબિનાર દ્વારા મહિલાઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.