અમરેલી: ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે અમરેલીના પ્રભારી મંત્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલીના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, લોકડાઉનના ૫૦ દિવસ સુધી ગુજરાતનો એકમાત્ર અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહ્યો હતો. ૨૨ માર્ચે જનતા કર્ફ્યુ બાદ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું જેનું અમરેલી જિલ્લામાં એટલું કડક પાલન થયું કે ૧૨ મે સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ જિલ્લામાં ન હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્રની આટલી શ્રેષ્ઠ કામગીરીની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાઈ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના તમામ કોરોના વોરિયરને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના કારણે આજે સમગ્ર વિશ્વની માનવજાતિને ગંભીર અસર થઇ છે. પરંતુ ગુજરાત એટલે આપત્તિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ધરાવતું રાજ્ય છે. ભૂતકાળમાં પણ ગુજરાત પર આવેલી મુશ્કેલીઓનો સમગ્ર રાજ્ય એ એક થઈને સામનો કરી પહેલા કરતા વધુ ગતિથી વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. કોરોના સામે બાથ ભીડવા આપણું વહીવટી તંત્ર ખડેપગે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાનો એકપણ વિદ્યાર્થી મધ્યાહન ભોજનથી વંચિત ન રહે તે માટે ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ જિલ્લાની પ્રાથમિક શાળાના ૧.૨૨ લાખ ભુલકાઓને રૂપીયા ૬.૦૪ કરોડની કુકીંગ કોસ્ટની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમાં કરાવવામાં આવી તેમજ ૧૧૫૩.૭૭ મેટ્રિક ટન જેટલા ઘઉં-ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. જીલ્લામાં કુલ-૬ર પ્રાથમિક-માધ્યમિક શાળાઓના ઓરડાઓનું રૂપીયા ૪૩ર લાખના ખર્ચે બાંધકામ કરવામાં આવેલ છે. મંત્રી વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલી વાર ઘુઘવાતા દરિયાની વચોવચ આવેલા જાફરાબાદના શિયાળબેટ ટાપુ ઉપર હોડી મારફતે દરિયાઈ માર્ગે અનાજનો જથ્થો પહોંચાડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોરોના મહામારીના કારણે કરવામાં આવેલ લોકડાઉનના સમયગાળા દરમિયાન અમરેલી જીલ્લામાં એપ્રિલ માસમા ૩,૦૨,૨૬૨ રેશનકાર્ડ ઘારકોને ૬૯૨૯ મે.ટન ઘઉ તથા ૨૭૮૮ મે.ટન ચોખા મળી કુલ ૯૭૧૭ મે.ટન અનાજ, મે માસમાં ૩,૦૦,૨૦૧ રેશનકાર્ડ ઘારકોને ૭૦૪૫ મે.ટન ઘઉ તથા ૨૮૩૭ મે.ટન ચોખા મળી કુલ ૯૮૮૨ મે.ટન અનાજ, જૂન માસમાં ૧,૬૯,૧૭૩ રેશનકાર્ડ ઘારકોને ૫૭૧૬ મે.ટન ઘઉં તથા ૨૪૩૫ મે.ટન ચોખા મળી કુલ ૮૧૫૧ મે.ટન અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવતા કુલ ૯,૪૧,૫૦૭/- રેશનકાર્ડ ધારકોને રર૦૧૮ મે.ટન ઘઉં તથા ૯૧૮૭ મે.ટન ચોખા મળી કુલ ૩૧ર૦૫ મે.ટન અનાજનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ છે. આ ઉ૫રાંત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અમરેલી જીલ્લાના ૧,૭૨,૮૩૨ રેશનકાર્ડ ધારકોના ખાતામાં રકમ રૂા.૧૦૦૦/- લેખે સહાય પેટે રકમ રૂપીયા ૧૭,ર૮,૩ર,૦૦૦/- ની સહાય જમા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *