રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
હાલમા કોરોના વાયરસની મહામારી આખા દેશમા ફેલાઈ રહી છે અને તેની સાવચેતીના ભાગરુપે ભારત સરકાર દ્વારા હાલમા થતા બધા જ ધાર્મિક ઉત્સવ, મેળા વગેરે જેવી દરેક પ્રવૃત્તિ સ્થગીત રાખવામાં આવી છે. જેમા આજ રોજ જન્માષ્ટમીનો પર્વ હોવાથી આ ઉત્સવ પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે.
યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે જન્માષ્ટમીનો પર્વ ઉજવાયો નથી. જ્યારે યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ શ્રી રાધે કૃષ્ણના મંદિરે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના કાર્યકતાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના અને આરતી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને મટકી ફોડવામા આવી હતી. તેની સાથે ભગવાન શ્રી ક્રિષ્ણની મૂર્તિ હાથમા લઈ અને પરિક્રમા પણ કરવામાં આવી હતી અને દર્શને આવતા દરેક યાત્રીકોએ સોશ્યિલ ડિસ્ટન્સનુ ધ્યાન રાખી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. અને આ કોરોના વાયરસની મહામારી ભારત દેશમાંથી મુક્ત થાય તેવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાથના કરી હતી.