રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લા સહિત બીજા જિલ્લાઓમાં પણ મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ તાલુકામાં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ને લઈને રહીશોની હાલત કફોડી બની હતી અને અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો .
ચોમાસાની ઋતુ પૂરી થતા મેધરાજાની સવારી આવી પહોચતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો ચોવીસ કલાક માં ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદી પાણી ને લઈને નીચાણવાળા વિસ્તારો પ્રાંતિજ એસ.ટી ડેપો , ગોકુલપાર્ક સોસાયટી , માતૃછાયા સોસાયટી , શિવમ્ રેસીડેન્ટ , ગંજાનદ સોસાયટી , એસ.ટી ડેપો સહિત અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થયો હતો કેટલાક વિસ્તારોમાં પાણી જવાનો નિકાલ ન હોવાથી કે પાણી જતા વહેરાઓમા પુરાણ થતાં હાલતો આ વિસ્તારોમાં પાણી ભરાઇ રહેતા સોસાયટી ના રહીશો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડરબ્રીજ માં પણ પાણી ભરાયાં હતાં. ત્યારે હાલ માત્ર ચાર ઇચ વરસાદે પ્રાંતિજ ના કેટલાય વિસ્તારોમાં રહીશોના જીવ જોખમમાં મૂકી દીધા છે. પ્રાંતિજ નગરપાલિકાની પ્રી.મોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં છે. છતાં પાલિકા તંત્ર ગૌર નિદ્રા માંથી જાગે અને સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી પણ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે.