રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા. જેમાં વેરાવળના મેઘપુર ગામ અને વેરાવળ શહેરના ગોલારાના વિસ્તારમાં જઈ ત્યાંની મહિલાઓને પ્રોગ્રામમાં જોડવામાં આવેલ હતા. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી વિભાવારી બેન દવે દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું. ઉપરાંત સામાજિક, વ્યાવસાયિક, શૈક્ષણિક ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર કરે તે માટેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી.૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા યોજવામાં આવેલ વેબીનારમાં ૧૮૧ સેવા ના કાઉન્સેલર, પોલીસ સ્ટાફ અને અન્ય ગામડાની મહિલાઓને જોડવામાં આવી હતી. જેમાં ગુજરાતના બેટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયન ગેમ્સ ૨૦૧૮ ના સુવર્ણ ચંદ્રક વિજેતા કુમારી સરિતાબેન ગાયકવાડ દ્વારા પોષણના મહત્વ બાબતે અને શરીરની ફિટનેસ માટે રોજિંદા ખોરાક અને કસરત પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું અને ડાંગ જિલ્લાના નાના ગામડામાંથી અત્યાર સુધીની પોતાની સફર જણાવી દરેક મહિલાઓ ને આગળ વધવા પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું.