રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
અમીરગઢ તાલુકાના કાળીમાટી ગામ નજીક નદીના પટમાં જતા માર્ગ પર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું જોકે ગામ ના કેટલાક લોકો આ માર્ગે થી પસાર થતા તેઓ ના શરીરે બળતરા થઈ હતી અને એક પછી ગામ માં કેટલાક લોકો ને આ સમસ્યા નો ભોગ બન્યા હોવાથી ૧૦૮ની મદદ થી તમામ લોકો સારવાર માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લવાયા હતા જ્યાં ફરજ પર ના તબીબ દ્વારા સારવાર કરવા માં આવી હતી.બનાવ ની જાણ થતાં પોલીસ તેમજ મામલતદાર પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.