નર્મદા: આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ઘણા સમયથી સરકારી કચેરીઓ ના વિવિધ શાખાના કર્મચારીઓ તેમજ સમાજનું ઘડતર કરતા શિક્ષકો તમામ પોતાની મંગણીઓને લઈ સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. આજે રાજપીપળા ખાતે ગુજરાત આશા વર્કર ફેડરેશન નર્મદા જિલ્લા દ્વારા પોતાની પડતર મંગણીઓ ને લઈ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં સરકાર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર સ્વાસ્થ્ય મિશન ચલાવવામાં આવે છે તેમાં બહેનો આશા વર્કર તરીકે ફરજ બજાવે છે જેમાં તેને ઇન્સેટીવ રૂપે નાણાં ચૂકવામાં આવે છે. સરકાર દ્વારા પ્રજાના સ્વાસ્થ્ય ને લઈને જે પડકાર રૂપે સમસ્યાઓ જેવીકે પોલીયો, માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, કુપોષણ, સવાઈન ફ્લુ,શ્રય, ચિકનગુનિયા, આયુષ્માન ભવ, મિશન ઇંદ્રધનુષ્ય વગેરે રોગ બિનચેપી રોગો તેમજ હાલ ચાલતા કોરોના કોવીડ – ૧૯ નું સર્વે કરી સરકારની યોજના ઓ સફળ બનાવે છે.આ બેહનો આશરે ૧૦ થી ૧૫ વર્ષ થી આ કાર્ય કરે છે આ કાર્ય માં મદદરુપ બાહેનો ને તેનો બદલો આપવાને બદલે સરકાર દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે. વર્ષો થી સરકારની યોજનાઓમાં કાર્ય કરતી હોવા છતા તેઓના ભવિષ્યનું કોઈ ચોક્કસ ભાવિ નથી આથી આશા વર્કર બહેનોમા રોષની લાગણી ઉભી થાય છે. આશા વર્કર બહેનો ની સમસ્યાને ઘ્યાને લઈ ને સરકાર ને વિનંતી છે કે તેઓને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર કરી આપવા સરકાર ને આશા વર્કર બહેનો ની મૂળભૂત માંગણીને ધ્યાને લઈ યોગ્ય કરવા વિનંતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *