રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ વરસાદ ની શરૂઆત થતા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલ કોઝવે ઉપરથી પાણી જતા અંદરના ગામો સંપર્ક વિહોણા બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ડેડીયાપાડા ના ગારદા મોટા જંબુડા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકો મોટો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ગારદા – મોટા જંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કૉઝવે ઉપર થી પાણી ફરી વળતા ગારદા, ખામ, ભૂત બેડા, મંદાલાં ગામના લોકો મુશ્કેલી માં મુકાયા છે ,આજે વહેલી સવારે વરસાદ શરૂ થતાં ગારદા અને મોટા જાંબુડા ની વચ્ચે થી પસાર થતી મોહન નદી નો ચેક ડેમ પણ ઉભરાઈ ગયો હતો,આ ગામની વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ૮ થી ૧૦ કિમી. વધુ ફરવાનો વારો આવ્યો છે, અને કોઝવે પાણી માં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે, જ્યારે બાઈક ચાલકો ને બાઈક પર થી ઉતરી ને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે, આ કોઝવે પરથી ઉમરપાડા, નેત્રંગ કેવડી,અંક્લેશ્વર જતા નોકરિયાત વર્ગના લોકો તેમજ અન્ય કામ અર્થે જતા મુસાફરોને પણ અટવાયા હતા જેથી વહેલી તકે આ કોઝવે પર સ્થાનિક તંત્ર યોગ્ય કામગીરી પુરી કરી સ્થાનિકો ની મુશ્કેલી હલ કરે તેવી માંગ ઉઠી છે.