બનાસકાંઠા: અમીરગઢ નજીક થી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં સારો વરસાદ પડતાં નવા નીર આવ્યા હતા જેને લઈ લોકોમાં આનંદ છવાયો હતો.

Banaskantha
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

રાજસ્થાન ના ડુંગરાળ તેમજ અમીરગઢ તાલુકામાં ગુરુવાર ના બપોર બાદ સાર્વત્રિક ધમાકેદાર વરસાદ પડયો હતો જેના લીધે અમીરગઢ નજીક થી ગુજરાત માં પ્રવેશ કરતી અને બનાસકાંઠા વાસીઓ માટે જીવા દોરી સમાન માનવામાં આવતી બનાસ નદીમાં નવા એવા સારા પાણી નો પ્રવાહ આવતા ધરતીપુત્રો સહિત લોકોના ચહેરા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક શુક્રવારની સવાર સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જેના લીધે માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા .અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ સહિત રાજસ્થાન માં ઓગસ્ટ શરૂ થયો હોવા છતાં નહીંવત વરસાદ નોંધાતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા જોકે મોડે મોડે પણ નોંધપાત્ર અને બનાસ નદીમાં નવા નીર આવતા લોકો માં હર્ષની લાગણી છવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *