રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના જી.આર.ડી માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા હસનભાઈ.આર.મન્સુરી ઉર્ફે કાલુભાઈ ને ઇન્ચાર્જ જિલ્લા જી.આર.ડી કમાન્ડર અધિકારી તરીકે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા નિમણૂક અપાતાં ડભોઇ તાલુકાના જી.આર.ડી જવાનો, ડભોઈ તાલુકા તેમજ મેવાસના અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને જી.આર.ડી કમાન્ડર તરીકેની તેમની વરણીને વધાવી શુભેચ્છા પાઠવી હતી. સદર હસનભાઈ ની બે વર્ષ અગાઉ તાલુકાના જી.આર.ડી માનદ અધિકારી તરીકે નિમણૂક થઇ હતી પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય કે હાલની કોરોના વાયરસની મહામારી ના સંજોગોમાં પણ નિષ્ઠાપૂર્વક પોલીસ તંત્રની સાથે રહી ફરજ બજાવતા હતા અને જી.આર.ડી જવાનો સાથે યોગ્ય સંકલન કરી દરેક પરિસ્થિતિમાં ઉંડાણ ના ગામડાઓમાં પણ પોઇન્ટ પર જઇ કોરોનાવાયરસ નું સંક્રમણ ગામડામાં પણ ન ફેલાય એ માટે જી.આર.ડી.ના જવાનોને યોગ્ય માર્ગદર્શન સતત આપતા હતા હાલમાં જી.આર.ડી જીલ્લા કમાન્ડર હિંમતસિંહ પરમાર ની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી હાલ પૂરતા તેમની જગ્યાએ જિલ્લા કમાન્ડર તરીકે હસનભાઈ .આર. મન્સૂરીને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની યોગ્ય ભલામણ અને અભિપ્રાય ના આધારે ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડર તરીકેની નિમણૂક કરી કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ નિમણૂક ને સૌ આગ્રણીઓએ અને જી.આર.ડી.ના જવાનોએ વધાવી છે.