નર્મદા: રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે તા. ૫ મી ઓગષ્ટ સુધી સારવાર માટે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા અપાઈ.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

૬૦ વર્ષથી વધુની વયનાં ૪૨ દરદીઓ પૈકી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્યદય-કિડની રોગ વગેરે જેવી કોઇને કોઇ ગંભીર બિમારી થી પિડાતા ૨૫ દરદીઓએ પણ સાજા થઇને મેળવેલી સ્વસ્થતા

કોવીડ-૧૯ ના સંક્રમણને અનુલક્ષીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવીડ-૧૯ ને જાહેર કરાયેલી મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાની જાહેર જનતાને કોવીડ-૧૯ ની સેવાઓ મળી રહે તે માટે રાજપીપલા ખાતે સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ રાજપીપલાની આર્યુર્વેદિક હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ ની અલાયદી શરૂ કરાયેલી હોસ્પિટલમાં તા. ૫ મી ઓગષ્ટ,૨૦૨૦ સુધીમાં સારવાર માટે દાખલ કરાયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયેલા આ દરદીઓ પૈકી ૪૨ દરદીઓ ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના હતા અને જેમાં ૨૫ દરદીઓ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્યદય-કિડની રોગ વગેરે જેવી કોઇને કોઇ ગંભીર બિમારી (કોમોર્બિડ કંડીશન) થી પિડાતા હોવાનું રાજપીપલા જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જનશ્રી તરફથી જણાવાયું છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં તા.૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી સારવાર માટે દાખલ કરાયેલ ૩ સગર્ભા બહેનો પૈકી ૨ સગર્ભા બહેનો પણ સંપુર્ણપણે સ્વસ્થ થતા તેઓને કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી અને હાલમાં ૧ સગર્ભા બહેન સારવાર હેઠળ છે, જયારે આ હોસ્પિટલમાં ૦ થી ૧૦ વર્ષના સારવાર માટે દાખલ કરાયેલ તમામ ૧૨ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા તેઓને પણ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જનશ્રી તરફથી વધુમાં અપાયેલી માહિતી મુજબ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ ૧ દરદી ગંભીર હોવાને કારણે તા. ૩ જી ઓગસ્ટ,૨૦૨૦ ના રોજ મોડી રાત્રે દરદીના કુટુંબીજનો દ્વારા તેઓને પારૂલ હોસ્પિટલ તેમજ એસ.એસ.જી હોસ્પિટલ-વડોદરા ખાતે લઇ ગયા હતા. પરંતુ દરદી દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલ-રાજપીપલા ખાતે પરત જવાનું કહેતા દરદીના કુટુંબીજન દરદીને પરત લઇ રાજપીપલા કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે પરત ફર્યા હોવાની જાણકારી પણ તેમના દ્વારા અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *