રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ૩૦ બેડ સાથેની કોરોના આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ સુવિધામાં ૧૮ જનરલ બેડ,૧૦ એચ.ડી.યુ. બેડ તેમજ ૧ આઈ.સી.યુ તથા ૧ આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરનો સમાવેશ કરવામા આવ્યો છે.આ હોસ્પિટલ ખાતે તા.૦૫/૦૮/૨૦૨૦ ના રોજ કોરોના અંગેની સારવાર લઇ રહેલા ૬ દર્દિઓમાંથી ૨ દર્દિઓને સારવાર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.જેમા મહુવાના ૬૫ વર્ષના પુરુષ દર્દી તથા નાના પીપળવાના ૨૮ વર્ષના પુરષ દર્દીનો સમાવેશ થાય છે.હનુમંત હોસ્પિટલની સારવાર તથા સુવિધાથી બન્ને દર્દીઓએ સંતુષ્ટ થઇ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
પિડિલાઇટ ગ્રુપ સંચાલિત હનુમંત હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર લઇ રહેલા દર્દિઓ માટે એક વિશેષ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યુ છે જેમા દર્દીને હનુમંત હોસ્પિટલ તફથી આરોગ્ય સંજીવની યોજના અંતર્ગત આગામી એક વર્ષ માટે રૂપિયા ૧૦,૦૦૦ ના હેલ્થ બેનીફીટની સવલત વિનામુલ્યે પુરી પાડવામા આવી રહી છે.તેમજ હોસ્પિટલમા સરવાર લઇ રહેલ દર્દિઓને બે ટાઇમ પૌષ્ટિક જમવાનું તથા બે ટાઇમ નાસ્તો તેમજ ચા/પાણી/જ્યુસ ની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.તાજેતરમાં કોરોનામુક્ત થનાર બન્ને દર્દીઓને હનુમંત હોસ્પિટલ તફથી આરોગ્ય સંજીવની યોજના અનર્ગત આગામી એક વર્ષ માટે રૂપિયા ૧૦,૦૦૦ ના હેલ્થ બેનીફીટ ની સવલત વિનામુલ્યે મળતા તેમણે હોસ્પિટલના ડૉ.એમ.એ.સુન્દ્રાણી, ડૉ.વિજય દેસાઈ,ડૉ. જીવરાજ સોલંકી તથા ડૉ.કનુ ભૂત તેમજ સ્ટાફનો આભાર પ્રગટ કરેલ. આમ,સેવાની ભાવનાથી સર્જવામાં આવેલ હનુમંત હોસ્પિટલ મહુવા,જેસર તથા તળાજાના રહવાસીઓ માટે આ કોરોના મહામારીના કપરા સમયે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે.