હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસનાલોકડાઉન દરમિયાન હાલોલ નગરમાં પોલીસ તેમજ તમામ વહીવટી તંત્રની વારંવારની સૂચનાઓ અને વિનંતી કરવા છતાં લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનો ભંગ કરી કોરોના વાયરસના સંક્રમનની ગંભીરતાને ધ્યાને લીધા વિના આમતેમ રખડતા તત્વો સામે પંચમહાલ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ તેમજ હાલોલ પોલીસે કડક હાથે કામ લઈ નગરના વિવિધ વિસ્તારોમાં વિના કામે બેફામ રખડતા તત્વો સામે છેલ્લા ત્રણ દિવસોમાં કડકાઈથી કામ લઈ 22 જેટલા ઇસમોની અટકાયત કરી હતી જેમાં ગુરુ અને શનિવારે 12 જેટલા અને શનિવારે 10 ઈસમો સામે અટકાયતી પગલાં ભર્યા હતા જ્યારે નગરના પાવાગઢ રોડ ખાતે આવેલા તળાવ પાસે ક્રિષ્ના ઈલેક્ટ્રોનિક્સની દુકાનના સંચાલક ભાવિન સુરેશભાઈ પટેલે લકોડાઉનનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા તેની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે શનિવારે વગર કામે ટુ-વ્હીલર લઈ ગામમાં ખોટી રીતે આંટા ફેરી કરતાં ઇસમો સામે મામલતદાર અને હાલોલ પોલીસ લાલ આંખ કરી કંજરી રોડ ચોકડી ખાતે 9 ટુ વ્હીલર ચાલકોને લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે હાલોલ પ્રાંત અધિકારી , હાલોલ મામલતદાર, , હાલોલ ચીફ ઓફિસર તેમજ હાલોલ પી.આઈ. સહિત વહીવટી તંત્ર ની ટીમ હાલોલ નગર ખાતે આવેલી આવશ્યક ચીજવસ્તુઓને વેચાણ કરતી દુકાનોના તેમજ તમામ બેંકો ના મેનેજર અને કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સ રાખી વેપાર ધંધો કરવાની સુચના અપાઇ હતી. અને જો આ સુચના નો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતુ તેમજ નગરના તમામ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની બાજ નજર હેઠળ વિના કામે રખડતા ટોળા બની ગલીઓ ફળિયાઓ ના નાકે બેસતા સોસાયટીઓમાં ટોળ ટપ્પા કરતા તત્વો સામે પોલીસ તંત્ર નજર રાખી રહ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.