રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
હાલ માં સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહેલ હોઇ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને લોકો ખુબજ સાદાઈ થી ઉજવી રહ્યા છે પરંતુ બીજી તરફ યુવાની માં પ્રવેશ કરી રહેલુ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ સંગત ના રવાડે ચડી દારૂ જુગાર ની લતે ચડી નશા માં એવા તો ભાન ભૂલી જાય છે કે પોતાના જીવ ની પણ પરવાહ કર્યા વગર બેફામ વાહનો ચલાવી નિર્દોષ રાહદારીઓને પણ અડફેટ માં લઇ પોતાની સાથે બીજાની જિંદગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે આવા તત્વો ને સબક શીખવાડવા માટે નર્મદા પોલીસ વડા શ્રી હિમકર સિહ તથા રાજપીપલા ડિવિજન નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પી.એસ.આઇ એ.આર ડામોરે પોલીસ સ્ટાફ સાથે કોકમ મદિર પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરતા વાહન ચેકીંગ દરમ્યાન અગિયાર જેટલા દારૂ પીધેલી હાલતમાં યુવાનો ને ઝડપી પાડી ને તમામ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પાચ જેટલા દારૂ પીધેલી હાલતમાં. પકડાયેલ વાહન ચાલકો વિરુદ્ધ મા એ.વી એક્ટ ૧૮૫ તથા છ જેટલા દારૂ પીધેલા યુવાનો વિરુદ્ધ માં પ્રોહી એક્ટ 85(1) મુજમ ગુનો દાખલ કરી તથા બે વાહનો એમ.વી એક્ટ કલમ ૨૦૭ મુજબ ડી ટે ઈન કરીને આવનારા તહેવારો માં અકસ્માત નિવારણ માટે ના સખત માં સખત પગલાં લઇ લોકો ની જા ન માલ ની સલામતી માટે ડેડીયાપાડા પોલીસે પણ કમર કસી લીધી છે.