જૂનાગઢ: કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયત્નને લઇ પબુભા માણેકના ઘર સામે કાળો ઝંડો ફરકાવતા પદયાત્રાએ નીકળેલ યુવાન માંગરોળ પહોંચતા કરાયું સ્વાગત.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દ્વારકા થી પ્રસાર થતા પગ યાત્રિકોનું આહીર સમાજના યુવાનો દ્વારા કરાયું સ્વાગત

કથાકાર મોરારીદાસ હરિયાણીએ એક કથામાં કૃષ્ણ અને બલરામ વિશે કરેલી ટીપ્પણી મામલે ભારે હોબાળો થયો હતો.ભાવિકોમાં રોષ ચરમસીમાએ પર જોઈ કથાકાર મોરારીબાપુ ભગવાન દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા મંદિરે ગયા હતા.પરંતુ ત્યાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા બાપુ પર હુમલાનો પ્રયાસ કરાતા નવો વિવાદ સર્જાયો હતો.જેને લઇ પબુભા માણેક મોરારીબાપુ ની માફી માંગે તેવા આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે ત્યારે આહીર યુવાન સંજય ચેતરિયા એ દ્વારકા પબુભા માણેકના ઘર સામે કાળો વાવટો લગાવી વિરોધ કરવામાં માટે કોડીનારના બોડીદર પાસે આવેલા દેવાયત બોદરના મંદિરે દર્શન કરી પદયાત્રા એ નીકળી પડ્યો છે.આ યુવાન પદયાત્રા દરમીયાન માંગરોળ આવી પહોચતા માંગરોળના આહીર સમાજના યુવાનો દ્વારા સ્વાગત કરવામા આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *