રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરી દિવસ ની ઉજવણી માં ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિ કરણ પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે આજે બીજા દિવસ ને દીકરી દિવસ તરીકે ઉજવવમાં આવ્યો હતો.
જેમાં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ તરફ થી દીકરીના માતા પિતા ને ઘરે ઘરે જઈ રૂબરૂ મળી વ્હાલી દીકરી યોજના ની માહિતી,દીકરી ના આરોગ્ય,શિક્ષણ, પોષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત કોઈ પણ પ્રકાર ની મુશ્કેલીમા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરી શકાય જેમાં બાળકો ની જાતીય સતામણી,છેડતી,ભ્રુણ હત્યા,બાળલગ્ન વગેરે મા અભયમ ની મદદ લેવા માહિતી પુરી પાડવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આજરોજ દીકરી દિવસ નિમિતે ૧૮૧ અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા અને માતાઓને દીકરી દીવસ અને વ્હાલી દીકરી યોજના વિશે,૧૮૧ મહિલા હેલ્પલાઇન વિશે, અને કોરોના વિશે માહિતી આપી સન્માન કર્યું હતું.
જ્યારે નર્મદા સ્ટાફ સખી સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે દીકરી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ભાગ લેનાર રાજ્ય મહિલા સુરક્ષા ડાયરેક્ટર અધ્યક્ષ ભારતીબેન તડવી ઓ.એસ.સી સંચાલક છાયાબેન ઓ.એસ.સી સ્ટાફ,૧૮૧ મહિલા કાઉન્નસેલર જીગીષા ગામીત તેમજ આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો જેમાં ૧૮૧ એપ ડાઉનલોડ કરાવી ૧૮૧ વિશે માહિતી આપી છે તૅમજ પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.