બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં અમુક બેન્કો ના એટીએમ મશીનો શોભના ગાંઠિયા સમાન હોય અરજન્ટ જરૂરિયાત સમયે કામ ન કરતા હોય અથવા અંદર કેસ ન હોય તેવા સમયે ગ્રાહકો બેબાકળા બની જતા હોય છે. નર્મદા જિલ્લા ના કેવડિયા કોલોનીના બજારમાં મેન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા ની શાખામાં બેંક તરફથી એક એ.ટી.એમ મશીન,પ્રિન્ટર મસીન તથા એક ડીપોઝીટ મશીન મુકવામાં આવેલ હોય જેને ગઇ તા ૩૧/૭/૨૦૨૦ ના દિવસે કોઇ અજાણ્યા વ્યક્તિ એ ડસ્ટબીન મારી એ.ટી.એમ મશીનની ડીસપ્લે તોડી નાખતા આશરે રૂ.૨૫,૦૦૦ જેટલા નું નુકશાન કરતા આ બાબતે બેંક સત્તધીશો એ કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.