રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવા સાથે બેઠક કરી હતી
સી.ડી.એચ.ઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ પર પૂરતી સગવડ ન હોવાથી દર્દી રામ ભરોશે જેવા ઘણા સવાલો ઉભા થયા છે. નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ૯ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે વહીવટી તંત્રના ચોપડે ફક્ત એક જ મોત નોંધાયું છે. મૃતક પરિવારે એવા આક્ષેપો લગાવ્યા છે કે યોગ્ય સમયે યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થયા છે. આ તમામના મૃતદેહને રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સ્મશામ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વેન્ટીલેટર તેમજ અન્ય સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવા માં આવે તેવી વિવિધ વેપારી મંડળ રાજપીપળા દ્વારા સી.એમ સહિત આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ ને પણ રજુઆત કરવામાં આવી છે.