રિપોર્ટર: રામદે જાદવ
આજ ના સમય મા કોરોના ના કહેર વચ્ચે પણ સરકાર ના પ્રતિનિધિ તથા ભાજપ ના સાસંદ પુનમબેન માડમ દ્વારા હાલ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા હેતુ થી આજના સમય મા ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો થઇ રહ્યા છે. જામનગરમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીના વરદ હસ્તે યોજાયેલા,૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના,ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી,નગરજનોને વિકાસકાર્યો અંગે અભિનંદન પાઠવી,જનસુવિધાનો વ્યાપ વધારવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો.