રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
વંદે વસુંધરા બીજ બેંકમા ૨૦૦ થી વધારે જાતની વનસ્પતિનાના બીજનું વિતરણ કરેલ છે. ભાવનગર જિલ્લા ના બોરડા ગામના રાજેશ ભાઈ બારૈયા અને એના પત્ની ધની બેન સાથે નાના બાળકો પણ આ પ્રકૃતિ પ્રેમનું સિંચન કરે છે. રાજેશભાઈ બારૈયા વર્ષોથી પર્યાવરણ માટે અલગ અલગ આર્ટિકલ લખે છે સાથે વંદે વસુંધરા વૉટ્સએપ ગ્રુપ મા પર્યાવરણ ની વિચાર શ્રેણી દ્વારા વનસ્પતિ પરીચય તથા પર્યાવરણ તરફ લોકોને જોડે સાથે દરરોજ એક વનસ્પતિનો ફોટો સાથે પરીચય આપે છે અત્યાર સુધીમાં ૨૫૦ વનસ્પતિના પરીચય આપ્યા છે લે આલ્બમ ફેસબુક પર વાંચી શકાય છે. તો આ નાશ થતી વનસ્પતિને બચાવ ૨૦૧૯ મા ૧૫૦ લોકોને અશ્વગંધા, સર્પગંધા, રૂખડો , શિવલીંગી, લાલ શિમળો, શંખપુસષ્પી , હેમકંદ , શતાવરી વગેરે ના બીજ ફ્રિ મા મોકલ્યા તો આ વર્ષે બીજ એકત્રીકરણ કરી વંદે વસુંધરા બીજ બેંક બનાવી બીજ પોસ્ટ.અભિયાન દ્વારા દરેક જગ્યાએ પહોચાડવાનું ચાલુ છે આ જેમા ૮૫૦ થી વધારે લોકોને મોકલ્યા છે ગુજરાતના દરેક વિસ્તારને આવરી લીધો છે સાથે ગુજરાત બહાર મુંબઈ ,મધ્યપ્રદેશ , છતીસગઢ , આસામ , કર્ણાટક , પંજાબ , ઓરિસ્સા વગેરે રાજ્ય મા પણ આ બીજ પોસ્ટ અભિયાન ખુબ સારો પ્રતિસાદ મળીયો છે અત્યારે સુધીમાં ૬૦૦૦-૬૫૦૦ બીજ ના પેકિંગ કર્યા છે એક પેકિંગ મા ૭-૧૦ બીજ નાખવા મા આવે એક વ્યક્તિ ૧૦-૧૨ પ્લાન્ટ ના બીજ પસંદ કરી શકે આવી રીતે અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ થી વધારે બીજ લોકો સુધી પહોંચાડ્યા છે આ અભિયાન ને શહેરી વિસ્તાર મા પણ સારો પ્રતિ સાદ આવ્યો ગુજરાત મા અમદાવાદ માંથી વધારે બીજ મંગાવે છે આ બીજ પોસ્ટ અભિયાન દ્વારા વઘઇ બોટનીકલ ગાર્ડન , પાટણ યુનિવર્સિટી , આર . કે. યુનિવર્સિટી રાજકોટ , એઁજિનિયરિંગ કૌલેજ રાજકોટ , સૃષ્ટી સંસ્થા અમદાવાદ , જૂનાગઢ વનવિભાગ તથા ગુજરાતની ઘણી સ્કૂલ-કૌલેજ મા આ બીજ પહોંચાડ્યા છે હજુ આ અભિયાન ઓગસ્ટના અંત સુધી ચાલુ રહેશે.