રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકા પંચાયત ના પ્રમુખ ધકુબેન વાહાણી રજા ઉપર જતા બાબરા તાલુકા પંચાયત ના પ્રમુખ નો ચાર્જ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા ને સોપવામાં આવ્યો. આ તકે તાલુકાના આગેવાનો ની બેઠક મળી હતી સાથે તાલુકા પંચાયત ની તમામ જવાબદારી કિશોરભાઈ દેથળીયાને સોપવામાં આવી.
ત્યારે કિશોરભાઈ દેથળીયા એ ધકુબેન વાહાણી, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર, જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમ્મર, શિક્ષણ સમિતિ ના ચેરમેન મિનાબેન કોઠીવાળ, જિલ્લા પંચાયતના સભ્ય હરેશભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયત ના સભ્ય કુલદિપભાઈ બસીયા, ક્રોંગ્રેસ અગ્રણી હિરપરા સાહેબ, મુસાભાઈ, ચંદુભાઈ સાકરીયા, ધીરુભાઈ વાહાણી, પ્રભાતભાઈ તેમજ તાલુકા પંચાયતના બંધા આગેવાનો નો આભાર માન્યો હતો. સાથે આગેવાનોએ સોપવામાં આવેલ જવાબદારી નિસ્ટાપુર્વક બજાવશે તેવી બાહેંધરી આપી હતી.