મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટણ ગામના હોમગાર્ડ ને કોરોના પોઝિટિવ.

Corona Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

જીઆર્ડી ગાર્ડના આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય દ્વારા ૧૫૦૦ ની વસ્તીવાળા ગામમાં ટેબલેટ વહેંચતા ગામમાં સંક્રમણ ફેલાવો થયા હોવાની આશંકા?

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટન ગામમાં જીઆરડી ગાર્ડને કોરોનો પોઝિટિવ આવતા આખા ગામમાં હોમ ગાર્ડ ની આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય દ્વાર ૧૫૦૦ વસ્તીવાળા ગામમાં ટેબલેટ વહેંચતા આખા ગામમાં સંક્રમણ ફેલાવો થયો હોવાની આશંકા થી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે આવનારા સમયમાં ગામમાં સ્ક્રીનીંગ કરીને આખા ગામને તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવશે ? માહિતી અનુસાર જે હોમ ગાર્ડ ને કોરોન પોઝિટિવ આવ્યો છે તેમના ઘરે દશામાં નું વ્રત ઉજવામાં આવ્યું હતું ત્યારે અડધા ગામ જેટલી વસ્તી ભેગી થઈ હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં સંક્રમણ મોટાપાયે ફેલાયું હોવાની ભીતિ છે.

૧૫૦૦ ની વસ્તીવાળા ગામમાં જ્યારે ટેબલેટ વહેચવામાં આવી છે ત્યારે ઘણા બધા લોકો પોઝિટિવ દર્દીની પરિવાર ના સભ્ય ના સંપર્કમાં આવ્યા હોય તથા ગામ ની ડેરી માં પણ દૂધ ભરવા માટે આવેલ હતા તથા આ ઉપરાંત વ્રતની ઉજવણી દરમ્યાન ઘણા બધા લોકો એકબીજાના સંપર્કમાં આવી હોવાનું જણાવ્યું મળ્યું છે ત્યારે વધુ ફેલાવો ન થાય અને ગામમાં સંક્રમણ અટકે તે માટે તંત્ર દ્વાર કોઈ પગલાં લેવામાં આવશે કેમ?

હાલમાં ડો.રવિ શેઠ તેમજ ગામના સરપંચ અને તલાટી દ્વારા પ્રભાવિત વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે પરંતુ આવનારા સમયમાં લોકોના સ્વાસ્થ્યને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવો અભિપ્રાય લઈને આગળની કાર્યવાહી કરવાનું સૂચવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *