રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પાલીકા કચેરી પર મહિલાઓ એ હલ્લા બોલ કરી માટલા ફોડી રોષ વ્યકત કર્યો,પાલીકા પ્રમુખ ના નિવસ્થાને પણ લોકો રજુઆત કરવા દોડી ગયા
ટાંકીઓ ખાલી થઈ જતા નાહવા ધોવા વાપરવાના પાણી વગર વલખા મારતા લોકો એ પીવા માટે વેચાતા ફિલ્ટર જગ મંગાવી ગાડું ગબડાવ્યું..
રાજપીપળા સોનિવાડ નજીકના નંદકેશ્વર મહાદેવ ના મંદિર પાસે ના હેન્ડ પમ્પ પર પાણી ભરવા મહિલાઓ ની કતાર રાજપીપળા નગર પાલિકા ના અનગઢ વહીવટ અને મુખ્ય અધિકારી ની મનમાની ના કારણે ગુરુવાર થી પાલિકા ના તમામ હંગામી કર્મચારીઓ ચાર મહિના ના પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા પાણી ની ગંભીર કટોકટી સર્જાઈ હતી.
ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે બે ટાઈમ પાલીકા નું પાણી ન મળતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી શહેર ના દરેક વિસ્તારો ના નળ માં પાણી નહિ આવતા ઘર માં નાહવા,ધોવા,વાપરવા નું પાણી પણ નહીં હોવાથી કોરોના જેવી મહામારી વચ્ચે લોકો ને કોરોના સંક્રમણ વધે તેવો ભય લાગી રહ્યો છે.આમ તો સરકાર બહાર થી આવો ત્યારે સેનેટાઇજાર થી હાથ સાફ કરવા જણાવે છે પરંતુ હમણાં રાજપીપળા શહેર માં પાણી ના અભાવે નાહવાનું પણ બંધ થઈ ગયું છે.જોકે ટાંકીઓ ખાલી થતા વાપરવાનું પાણી ખૂટી ગયું પરંતુ પીવા માટે પાણી જરૂરી હોય જેથી લોકો એ વેચાતા ફિલ્ટર જગ મંગાવતા ફિલ્ટર પ્લાન્ટ વાળા ને આવા સમયે ઘીકેળાં જોવા મળ્યા હતા જ્યારે જે બે ચાર વિસ્તાર માં હેન્ડ પમ્પ ચાલું હતા ત્યાં મોટી લાઈનો જોવા મળી જેમાં રાજપીપળા ના સોનિવાડ ના નંદકેશ્વર મહાદેવ મંદિર બહાર ન હેન્ડ પમ્પ ઉપર સવાર થી પાણી માટે મહિલાઓની પડાપડી જોવા મળી હતી. શુક્રવારે સવારે પણ પાણી ન આવતા પાણી વગર કંટાળેલી મહિલાઓ પાલીકા કચેરી પર દોડી ગઈ ત્યાં માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ ના નિવસ્થાને પણ મહિલાઓ એ પહોંચી પાણી બાબતે રજુઆત કરી હતી.