રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
શોખએ શોખ છે પછીએ અમીર હોય કે ગરીબ પણ પોતાના શોખ પુરો કરતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ માં જવેલર્સ ના વેપારીએ માસ્ક નું ચુસ્ત પણે પાલન ની સાથે પોતાના શોખ ને લઈને પોતે ચાંદી નું માસ્ક બનાવરાવ્યુ છે અને પહેરે છે ત્યારે પોતે કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવાની સાથે પોતે પોતાનો શોખ પણ પૂર્ણ કર્યો છે.
હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે હજુ આ કોરોના વાયરસ હાલ પીછો છોડવાનો નથી ત્યારે સરકાર દ્વારા પણ કોરો ના વાયરસ ને લઈને કેટલાક કડક નિયમો બનાવ્યા છે ત્યારે ખાસ કરી ને ફરજીયાત માસ્ક પહેરવા તથા અન્ય ઉપાયો ની સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જરૂરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારોમાં આવેલ શ્રીજી જવેલર્સ ના માલિક ભુનેસ ભાઇ ઉર્ફે અકુભાઇ ચોક્સી એ પોતાના શોખ ની સાથે પોતે સરકાર ના ચુસ્ત નિયમો અને પોતાના શરીર ની સુખાકારી ને લઈને પોતે ચાંદી નું સ્પેશ્યલ એન-૯૫ જેવુ બનાવેલ છે અને ચાંદી નું આ માસ્ક નું વજન પણ ૧૨૫ ગ્રામ થાય છે તો તેની કિંમત પણ રૂપિયા – ૯૦૦૦ ની આસપાસ થાય છે તો આ માસ્ક ની ખાસિયત એ પણ છે તે વોસેબલ છે તેમજ સેનીટાઇઝ પણ કરી શકાય છે અને હાલ ચાલી રહેલ કોરોના ની મહામારી હજુ કયાં સુધી ચાલશે તે નક્કી નથી ત્યારે પોતે પોતાના શોખ ની સાથે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે અને હાલતો પોતે કોરોના વાયરસ ના સંક્રમણ થી પણ બચવા માટે આ માસ્ક નો ઉપયોગ કરે છે અને પોતાનો શોખ પણ સાથે સાથે પુર્ણ કર્યો છે અને સરકાર શ્રી દ્વારા માસ્ક ફરજીયાત પહેરવાની સુચનાઓનુ પણ ચુસ્ત પણે પાલન કરે છે.