રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે ૨૫ જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઈ.ડી કર્મચારી હોવાનો કોઈ આધાર રજૂ ન કરી શકતા વેપારીઓએ હોબાળો કરતા પહોંચ પકડાવનાર એક-બે લોકો ત્યાથી નીકળી ગયાનું પણ જાણવા મળ્યું હતું. વેપારીઓએ ત્રણેક મહિલા ઓને ત્યાં રોકી રાખી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ એકઠા થયેલા લોકોને વિખેર્યા હતા. અને વેપારી આગેવાન સાથે ચર્ચા કરતા મહાનગરપાલીકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. અંત લાંબી ચર્ચા બાદ મામલો થાળે પડ્યો હતો.