રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
શાળા નાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ ની મહામારી નો સામનો કરી રહ્યું છે.તમામ શાળાઓ/કોલેજ બંધ છે ત્યારે રાજ્ય સરકાર નાં ઘરે શીખીએ કાર્યક્રમ હેઠળ હાલ બાળકો ઘરે રહીને દુરદર્શન ગીરનાર , વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને યુ ટ્યુબ નાં માધ્યમ થી અભ્યાસ કરી રહ્યા છે. આ અભ્યાસ દરમિયાન મટાણા પ્રાથમિક શાળાના શિક્ષકો ઘરે ઘરે ગયા ત્યારે તેમાંથી એક સર્વ સામાન્ય તારણ સામે આવ્યું કે શૈક્ષણિક કીટ નાં અભાવે બાળકો પ્રવૃત્તિઓ કરી શકતા નથી ત્યારે શાળાના આચાર્ય રમેશભાઈ ખેર એ પોતાના સ્ટાફ સાથે મળીને નિર્ણય કર્યો કે શાળા નાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને શૈક્ષણિક કીટ (પેન, પેન્સિલ,ચેક રબ્બર, મિણીયા કલર , સફેદ-રંગીન કાગળ) નું વિતરણ કરીએ અને મટાણા પ્રાથમિક શાળા પરિવાર એ ઘરે ઘરે જઈને શૈક્ષણિક કીટ નું વિતરણ કર્યું. શાળા બંધ હોવાથી બાળકોને પ્રવૃત્તિઓ કરવા માટે આવી શૈક્ષણિક કીટ ની જરૂર પડતી હોય છે.
આ શાળા ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં માં અવાર નવાર આવા કાર્યો કરીને અનેક સરકારી શાળાઓ અને સંસ્થાઓ ને પ્રેરણા પુરી પાડતી જ હોય છે . એ પછી રક્ત દાન કેમ્પ હોય કે ગરીબ બાળકોને મધ્યાહન ભોજન યોજનાનું અનાજ વિતરણ કરવામાં આવ્યું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૈલા સાહેબએ શાળા પરિવાર અને એસ.એમ.સી. ને અભિનંદન પાઠવ્યા હતા.