રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વેરાવળ તાલુકામાં તારીખ ૩૧/૦૭/૨૦૨૦ થી ૬/૦૮/૨૦૨૦ સુધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહનું ઉદ્ઘાટન ૩૧ તારીખે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃત ભાષાના પ્રચારક તેમજ સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી ચમૂકૃષ્ણ શાસ્ત્રી એ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ પ્રો ગોપબંધુ મિશ્ર રહ્યા હતા. કાર્યક્રમના અંતે કુલસચિવશ્રી ડો દશરથ જાદવ એ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ ફેસબુક પર કરવામાં આવેલ હતું જેમાં ૭૦૦ જેટલા લોકો જોડાયા હતા તેમજ વેબેક્સ પર ૬૦ જેટલા અધ્યાપકોએ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.