રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ” નારા સાથે વનવિભાગના અધિકારીઓ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ,મામલતદાર જે.એન. પટેલ તેમજ અન્ય અધિકારીઓ ની હાજરીમાં ડભોઇ નગરમાં આવેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના કેમ્પસ માં તાલુકા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો .જેમાં ઉપસ્થિત મહેમાનોના નેતૃત્વ હેઠળ ૨૦ જેટલા વૃક્ષો વાવી અને આવનારા દિવસોમાં ૧૦૦૦ થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો. તેમજ આવનાર સમયમાં ડભોઇ – દર્ભાવતિ નગરીને હરિયાળી-ગ્રીન નગરી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો. સદર ઉમદા કાર્ય બદલ વનવિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં હાલમાં ચાલતી કોરોનાની મહામારી ને કારણે મર્યાદિત સંખ્યામાં મહેમાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા તેમજ પૂરતું સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સદર કાર્યક્રમ યોજાયો હતો.