દાહોદ જિલ્લાના ૬૩ હજાર વૃદ્ધોને સરકાર દ્વારા માસિક સહાય મળી.

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

સંત સુરદાસ યોજનામાં ૨૬૮૬ અને ૬૦૮ દિવ્યાંગોને સરકાર દ્વારા અપાતું પેન્શન

દિશા કમિટીની બેઠકમાં જન કલ્યાણકારી યોજનામાં થયેલી પ્રગતિની કરાઇ સમીક્ષા

દાહોદ જિલ્લામાં દિશા કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં જુન ૨૦૨૦ સુધીના સમયગાળામાં વિભાગો દ્વારા વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે.

સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજયમંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં વિવિધ વિભાગો અને યોજનાઓમાં પ્રગતિની વિગતો જોઇએ તો, રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત ૬૩,૯૬૯ લાભાર્થીઓને રૂા.૫૮,૪૦,૪૫,૯૦૦ ઉપરાંતની સહાય, નિરાધાર વૃધ્ધ માટેની રાજ્ય સરકારની યોજના અંતર્ગત ૫૪૧ લાભાર્થીઓને રૂા. ૫૫,૮૪,૧૦૦ ઉપરાંતની સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના ૩,૯૧૩ લાભાર્થીઓને રૂા. ૫,૮૬,૯૫,૦૦૦ ઉપરાંતની સહાય, નિરાધાર વિધવા સહાય યોજના ૩,૫૧૫ લાભાર્થી ને રૂા. ૫,૨૭,૨૫,૦૦૦ ઉપરાતની સહાય, ઇન્દીરા ગાંધી ડીસએબીલીટી પેન્શન સ્કીમમાં ૬૦૮ લાભાર્થીઓને રૂા.૧૬,૭૯,૯૦૦ સહાય અને સંત સુરદાસ યોજનામાં ૨૬૮૬ લાભાર્થીઓને રૂા.૬૪,૩૫,૦૦૦ સહાય કરવામાં આવી છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટાવિભાગ યોજનામાં દાહોદ પી.આર ટુ દાહોદ વરમખેડા રોડ રીસ્ફેસિંગના કામો ખર્ચ પૂર્ણ થયા છે. બી.એસ.એન.એલ અંતર્ગત કુલ ૧૪ ટાવરની દરખાસ્ત મળી હતી તે પૈકી ૧૨ ટાવર મંજુર થયા છે અને ૮ ટાવરની કામગીરી પૂર્ણ થઇ છે. તેમજ જિલ્લા ગ્રામ વિકાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ-૨૦૧૬-૧૭-૧૮માં લક્ષ્યાંક ૪૫,૭૪૨ ની સામે ૪૪,૨૦૬ લાભાર્થીને રૂા. ૫૧,૬૧૧.૭ લાખની સહાય અને આ યોજનામાં વર્ષ ૨૦૧૯-૨૦ ૧૩,૪૧૭ લાભાર્થીઓને ૨૪,૧૬૨.૭ લાખની સહાય કરવામાં આવી છે.

મનરેગા યોજના હેઠળ સામુહિક કામો જેવા કે આંગણવાડી ૮૫, માટીમેટલ રોડના ૮૭૧ અને ૬૪૪ તળાવ ઉંડા કરવાના કામ વગેરે જેવા કુલ ૬૫૮૬ અને વ્યક્તિગત કામો જેવા કે જૂથ કુવા ૧૩૧૫, કેટલશેડ – ૧૫૭૮, જમીન સમતળના ૮૦૮૩ અને પ્રધાનમંત્રી આવાસના ૩૬,૩૪૭ વગેરે જેવા કુલ ૪૯,૨૫૮ કામો કરી કુલ ૩૦,૨૨૯.૬૪ લાખની સહાય લાભાર્થી સુધી પહોંચતી કરવામાં આવી છે. ૧૪માં નાણાપંચમાં મંજુર થયેલ ૧૫,૪૯૩ કામોની સામે ૧૫,૨૧૨ કામો પુર્ણ થયા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ૧,૮૫,૧૧૧ લાભાર્થીઓને રૂા. ૩૭૦૨.૨૨ લાખની સહાય કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *