રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં આંતક મચાવતા વાનરો ને આજરોજ બોડેલી આર,એફ,ઓ ની ટીમ તથા તમામ રેન્જ સ્ટાફ ની મદદ થી બોડેલી ના સિવાજીનગર પટેલ કમ્પાઉન્ડ નજીક થી ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલ વાનરો માનવભક્ષી બન્યા હોવાથી આજરોજ તેમને પકડી કેવડીયા સફારી પાર્ક માં મોકલી દેવાની તજવીજ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે બે દિવસ માં બે મહિલા ઓ સહિત એક બાળકી ને વાનરો એ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેમાં રસીલાબેન નામની મહિલા ને ગઇકાલે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમને ૨૫ ટાંકા આવ્યા હતા બંને વાનરો પકડાતા બોડેલી વાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.