રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકા ની લિન્ડા આદિજાતિ વિભાગ સ્કુલ ની ઘોર બેદરકારી સામે આવી હતી અને વિદ્યાર્થીઓને એકમ કસોટી ના પ્રશ્નપત્ર સાથે સ્કુલનું સાહિત્ય લેવા શિક્ષકો એ બોલાવ્યા હતા ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોડલ સ્કુલમાં ઉમટી પડ્યા હતા શિક્ષણ વિભાગના પરિપત્રનો અમલ કરવામાં આવ્યો ન હતો ત્યારે કોરોના વાઇરસ થી છાત્રો અને વાલીઓ કોરોના થી સંક્રમિત થાય તો જવાબદાર કોણ?