રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મેમણ કોલોની વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય આધેડ નું કોરોના વાઇરસ ના કારણે મોત નિપજ્યું હતું તે મેમણ કોલોની માં પેન્સી સોડા ની ફેક્ટરી ની સામે ની ગલી માં રહેતા હતા અને પાન પડીકી ની દુકાન ધરાવતા હતા એહમદ શાહ ઇન્દુ શા દિવાન ઉં.વ.૫૬ ની તબિયત નાજુક હોવાથી બોડેલી ખાતે ના ગનીખત્રી દવાખાના માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને વડોદરા એસ,એસ,જી હોસ્પિટલ મા સારવાર માટે લઈ ગયા હતા તા.૨૭/૭/૨૦૨૦ ના રોજ તેમનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો તે રિપોર્ટ પોઝિટિવ આવતા નસવાડી સામૂહિક આરોગ્ય ખાતા ને જાણ થતાં તેમની આજુ બાજુ ના ૪ જેટલા ઘરના ૧૭ જેટલા વ્યક્તિ ઓને કન્ટેન્ટમેન્ટ ઝોન મા આવરી લેવામાં આવ્યા હતા અને ગઈ કાલે એહમદશા ઇન્દુશા દિવાન નું કોરોના ને કારણે મૃત્યુ થયું હતું.