મુસ્તાક દુર્વેશ – પંચમહાલ મિરર
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેને લઈ ભારતભરમાં લોકડાઉન લાગુ કરવા મા આવ્યુ છે. ત્યારે હાલોલ પંથકમાં ગરીબ શ્રમિક વર્ગના લોકો રોજી રોટી વિના બેહાલ થતા હાલોલ તાલુકા શિક્ષણ સંઘ તેઓની વ્હારે આવ્યો હતો અને હાલોલ તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ૪૫૧ જેટલી અનાજની કીટનું વિતરણ નું જરૂરિયાત વર્ગ ને કરવામાં આવ્યું હતું. જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ કીટ તૈયાર કરવામાં આવી જેમાં દાળ ગોળ લોટ મીઠું મસાલો ચોખા મગની દાળ વગેરે જેવી આઈટમો ની કીટ તૈયાર કરવામાં આવી હતી. આ વિતરણ હાલોલ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામોમાં જે ગરીબ પરિવારો રહેતા હોય છે. અને જે લોકો રોજેરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને અનાજ કિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.