રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ પંથકમાં વૈષ્ણવ સમાજમાં ભક્તજનો હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાની ભકિત માં તન મન અને ધનથી અપાર શ્રધ્ધા સાથે ઓળ ધોળ બન્યા છે ત્યારે હળવદ શહેરમાં વચ્ચોવચ આવેલું ૧૩૫ વર્ષ પુરાણા તેમજ વૈષ્ણવ સપ્રદાયમાં આ મંદિર મહત્વ સ્થાન ધરાવે છે શ્રાવણ સુદ ચોથથી વદચોથ એમ પંદર દિવસ માટે ઠાકોરજીને કેસરી ફૂલ ,મીઠાઈ, ડ્રાઇફૂટ, કાગળ, વાસણ સહિતના ૧૫ જાતના વિશિષ્ટ પ્રકારના હિંડોળા બનાવીને શ્રધ્ધાભેર જુલાવવામાં આવે છે હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ વિસાલ પટાંગણમાં આવેલા ગોવર્ધન નાથહવેલી મંદિરે હિંડોળાપવિત્ર શ્રાવણ માસ નિમિતે હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફ્રુટ, ડ્રાઇફૂટ, કાગળ, વાસણ સહિતના ૧૫ જાતના વિશિષ્ટ પ્રકારના હિંડોળા બનાવીને શ્રધ્ધાભેર જુલાવવામાં આવે છે. દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો અહી દર્શનાર્થે ઉમટી પડે છે.
હળવદ ના મુખ્ય રોડ પર લક્ષ્મી નારાયણ ચોકમાં પાસે આવેલા ગોવર્ધન નાથહવેલી મંદિરે હિંડોળા મંદિરે ધર્મોલ્લાસ સાથે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. જે આખો શ્રાવણ માસ ચાલશે. કલાત્મક રીતે શણગારાયેલા હિંડોળાના સાંજે ૬ થી ૭ દરમિયાન દર્શન કરી શકાશે. ફ્રુટ, ડ્રાઇફૂટ, વાસણ, કાગળ સહિત કુલ ૧૫ પ્રકારના કલાત્મક હિંડોળા દર્શનાર્થે મુકાયા છે. અહીં દરરોજ દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભક્તજનો ભારેજહેમત ઉઠાવી રહ્યા છે.