રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
પર્યાવરણ તેમજ કુદરતી સંશાધનની જાળવણી માટે તથા વૃક્ષોના ઉછેર અને જતન માટે પર્યાવરણપ્રેમીઓ કડી મહેનત કરીને એક એક ઝાડને ડોલે ડોલે કે અન્ય રીતે મહામહેનતે પાણી પહોંચાડતા હોય છે.વાવેતર કરેલ છોડ બળી નો જાય અને એનો યોગ્ય ઉછેર થાય તેમજ ગામ હરિયાળું બને એવી નેમ રાખવા વાળા સેવાભાવી લોકોના કામમાં સુગમતા અને સરળતા રહે એવા વિચારથી અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા વૃક્ષોને સરળતાથી પાણી મળી રહે તે માટે વોટર ટેન્ક અર્પણ કરાયો. પર્યાવરણ પ્રેમી મનીષ દવેની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોજેક્ટનું ડોનેશન બ્રિલિયન્ટ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર નરેશભાઈ રાવલે આપ્યું હતું.