મોરબી: હળવદ હાઈવે રોડ વીજળી પડતા જાણીતા એડવોકેટનું ઘટનાસ્થળે મોત.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદમાં ગુરુવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ નજીક વીજળી પડતા હળવદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હળવદ તાલુકાના શિરોઇ ગામના જાણીતા એડવોકેટ પી.પી વાઘેલા હળવદ થી મોટર સાયકલ ‌લઈને ઘેર શિરોઈ પરત જતા તે દરમિયાન વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ પી.પી વાઘેલાનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતુ.

મૃતક પી.પી‌.વાઘેલા ની લાશને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ માટે લાવવામાં આવે ત્યારે ફરજ પરના ડો.કૌશલભાઈ પટેલે પી..એમ કર્યા બાદ વીજળી પડવાથી મોત થયું હોવાનું જણાવ્યું આમ એડવોકેટ પી.પી.વાઘેલા મોત થતાં સગાસંબંધીઓ તેમજ વકીલો ઓ હળવદ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતાં તેમજ દલિત સમાજના આગેવાનો સરકારી હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયા હતા આમ દલિત સમાજના જાણીતા પી.પી.વાઘેલાનું ‌મોત થતા હળવદ તાલુકામાં દલિત સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હળવદ સરકારી હોસ્પિટલના ડોક્ટરે એ ‌‌લાશ‌ પી એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *