રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
શ્રાવણ માસ પ્રારંભા થતા જ બધા શિવાલયો મા શિવભકતો મોટી સંખ્યામાં દેખાયા છે અને આખા શ્રાવણ માસ દરમ્યાન લોકો ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરે છે અને બીલીપત્ર ચઢાવે છે અને મહા મૃત્યુંજય ના જપ કરે છે. જયારે હાલ મા કોરોના વાયરસે ભારત દેશ મા હાહાકાર મચાવ્યો છે અને આના કારણે આ વર્ષે શિવભકતો મા પણ ડર નો માહોલ જોવા મળ્યો છે જયારે આ વર્ષે યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ દરેક શિવમંદિરોમાં શિવભકતો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યા છે જયારે યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અંખાડા નંદ પરમહંસ આશ્રમ મા છેલ્લા અગીયાર વર્ષ થી ઘણા ખરા શિવભકતો પાર્થેશવર નામની પુજા કરે છે જેમાં આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ચાલતી હોવાથી પણ આ શિવભકતો દ્વારા છેલ્લા અગીયાર વર્ષ થી ચાલતી આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન શીવજી ની આ પાર્થેશવર નામની પૂજા ને કાયમ રાખી છે.
આ પાર્થેશવર નામની પૂજા મા દરરોજ વહેલી સવાર થી કાળી માટી ના નાના નાના ૪૨૦૦ શિવલિંગ બનાવે છે અને એક ભોલેનાથ બનાવી અને પૂજા અર્ચના કરે છે અને બીલીપત્ર ચઢાવે છે અને સોળોપચાર પૂજા કરે છે અને આરતી કરે છે અને સાંજે આરતી કરી અને વહેતા પાણી મા બધા શિવલીંગ ને વિસર્જન કરે છે અને આ નાના નાના ૪૨૦૦ શિવલિંગ ને બનાવ્યા બાદ તેમને એક યંત્ર સ્વરુપ આપવામાં આવે છે જે સાતે દિવશ અલગ અલગ હોય છે. આ પુજા કરવાનો મુખ્ય ઉદ્દેશ સર્વ જગત નુ કલ્યાણ થાય અને હાલ મા ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી દૂર થાય માટે આ પુજા કરવામાં આવે છે.