બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામા નાંદોદ તાલુકામાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૩૦/૦૭/૨૦૨૦ થી તા.૧૨/૦૮/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.
તદઅનુસાર, ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના હાઉસિંગ બોર્ડ – સતીષભાઈ પટેલના ઘર થી મહેન્દ્રભાઈ તડવીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૦૭, લીમડા ચોક – ધર્મેન્દ્રભાઈ પંચોલીના ઘરથી દિલીપભાઈ માછીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૭ અને કુલ વસ્તી આશરે-૨૫, રાજપુત ફળિયા – ધર્મેંન્દ્રસિંહ એમ પરમારના ઘરથી વિજયસિંહ આંબાલાલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૧૭, ચંદ્રવિલા સોસાયટી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૦૬, નવા ફળિયા – રાકેશભાઈ શંકરભાઈ ભૈયાના ઘરથી સુમનભાઈ લલ્લુભાઈ માછીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૯ અને કુલ વસ્તી આશરે-૨૭, ભાટવાડા – સંજયભાઈ પરમારના ઘરથી હરનીશભાઈ દોશીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૭ અને કુલ વસ્તી આશરે-૨૫, લાલ ટાવર – ઇસ્માઈલભાઈ શેખના ઘરથી હબીબખાન પઠાણના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૨ તેમજ નાંદોદ તાલુકાનું વડીયા ગામ રોયલ સનસીટી સોસાયટી – અરૂણસિંહ જોહરસિંહ રાજપુતનું ઘર જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૧ અને કુલ વસ્તી આશરે-૦૫ (પાચ) દર્શાવાઈ છે જેને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.