રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકામાં ગેરકાયદેસર રીતે દારૂની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી અટકાયતી પગલા લેવા ઉપરી અધિકારીઓએ આપેલ સુચના આધારે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.ચૌધરીએ ખાણ ગામનો રહેવાસી અને ગેરકાયદેસર રીતે દારૂ વેચાણની પ્રવૃતી માં પકડાયેલ લીસ્ટેડ બુટલેગર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયાની પાસા ધારા હેઠળ અટકાયત થવા સારૂ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથને તરફ મોકલી આપેલ જે આધારે બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયાની ગુનાહિત પ્રવૃતી ઉપર અંકુશ લાવવો જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરી બુટલેગર રસીક જીણાભાઈ બાંભણીયાની પાસા ધારા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવતા ઉના પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એ.ડી.ધાંધલ તથા સ્ટાફના માણસો સાથે મળી બુટલેગર રસીક જીણાભાઇ બાંભણીયાને ખાણ ગામેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પાસા હેઠળ અટકાયતમાં રાખવા માટે સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.