રિપોર્ટર: પાયલ બાંભણિયા
કોવિડ -૧૯ નું સંક્રમણ સમગ્ર વિશ્વ માં દિવસે ને દિવસે વધતું જાય છે અને પરિસ્થિતિ ખુબજ ગંભીર થઈ રહી છે. ત્યારે બાળકોની સેવામાં કાર્યરત અને બાળકો માટે કાર્ય કરતું જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદના કર્મચારીઓ અને અધિકારીઓ નો સ્વાસ્થ્ય સલામત રહે તે હેતુથી અમદાવાદની સંસ્થા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જયેન્દ્ર મેવાડા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદને સેનીટાઇઝર સ્ટેન્ડ ભેટમાં આપવામાં આવી, જેથી કોરોના વાયરસ જેવી મહમારીનું સંક્રમણ ઓછું થાય. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે. તાવીયાડ અને સમગ્ર સ્ટાફ તરફથી સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો.