રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહય ગરમી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે શહેરના અમુક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી ગયો હતો તો અમુક વિસ્તારો કોરા જોવા મળ્યા હતા.શહેરના યાજ્ઞિક રોડ, યુનિ.રોડ, રીંગરોડ, મવડી સહિતના વિસ્તારોમાં થોડીવાર પણ સારો વરસાદ પડી ગયો હતો. જયારે અનેક વિસ્તારોમાં વાદળો થયા હતા. પરંતુ મેઘરાજા વરસ્યા ન હતા.
રાજકોટમાં આજે બપોરે એકાએક વરસાદી વાતાવરણ બંધાયુ હતુ અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયેલ : બપોરે ૩ વાગ્યા સુધીમાં શહેરમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો હતો જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૩ મી.મી., વેસ્ટ ઝોનમાં ૭ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયેલ મોસમનો કુલ વરસાદ ૧૮ ઈંચ જેટલો થયો છે.