નર્મદા: રાજપીપળાના આદિવાસી સ્મશાનમાં લાઈટ તથા હેન્ડ પંપની વ્યવસ્થા ઉભી કરવા બાબતે કલેક્ટરને રજુઆત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા શહેરના મુખ્ય સ્મશાનની આગળ આવેલા આદિવાસી સ્મશાનનો ઉપયોગ રાજપીપળા શહેરના તમામ આદિવાસી વિસ્તારના લોકો અંતિમ ક્રિયા માટે કરે છે.જેમાં જુના કોટ, ધાબા ફળિયું, સિંધિવાડ,સડક ફળિયું, હિરા ફળિયું, મોતીબાગ, ટેકરા ફડિયુંનરસીંટેકરી આમ નવ થી દશ ફળીયા વિસ્તારના લોકો આ સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈને આવતા હોય છે, અને આ જગ્યા ઉપર અંતિમ ક્રિયા કરતા હોય છે.ત્યાંજ બિલકુલ બાજુમાં હરિજન વાસનું સ્મશાન પણ આવેલું છે, ત્યાં દફન વિધિ માટે હરિજન વાસના લોકો પણ આવે છે.આ વિસ્તાર રાત્રીના સમય અંધારુ ઘણું રહેતું હોય છે, રાત્રીના સ્મયે ઝેરી જાનવરો અવર-જવર કરતાં હોય છે, આ જગ્યા ઉપર લાઈટની સુવિધા નથી, આવનાર યાત્રી હાથ-પગ ધોવા તથા પીવા માટે પાણીની સુવિધા ન હોય ત્યાં હેન્ડ પમ્પ અને લાઇટ ની સુવિધા ઉભી કરી આપવા આદિવાસી સમાજના લોકો દ્વારા કલેક્ટર, નર્મદા ને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *