રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લોકડાઉનમાં ઓનલાઈન વિડીયોકોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લામાં ઓનલાઇન નો પ્રથમ સજાનો ચુકાદો
રાજપીપળામાં રહેતી અનુસુચિત જાતિની યુવતિને મરવા માટે મજબૂર કરનાર યુવાન ને કોર્ટે ૩ વર્ષ ૬ માસ સજા ફટકારતો હુકમ કરતા નર્મદા જિલ્લામાં ઓનલાઇન સજાનો આ પ્રથમ ચુકાદો કોર્ટે આપ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા શહેર ની ૨૦ વર્ષીય યુવતી ને રાજપીપળા કસબાવાડનો યુવાન શાહબાઝ હનીફભાઈ નકુમ જાણતો હતો કે યુવતું પોતે અનુસુચિત જાતિ છે તેમ છતાં તેનો અવાર નવાર પીછો કરી તુ મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી? તુ મને ખુબજ ગમે છે તેમ કહી પોતાના હાથ ઉપર ચપ્પુ મારી સાધારણ ઇજા કરી યુવતી ની હેરાનગતી કરી મરવા માટે મજબુર કરતા યુવતી એ શાહબાઝ હનીફભાઈ નકુમના ત્રાસથી કંટાળી જઈ પોતાના જીવનનો અંત લાવવા તા.૨૫/૦૫/૨૦૧૭ ના રોજ રાજપીપળાની કરજણ નદીના ઓવારા પાસે પાણીમાં ડુબી જઈ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.જેમાં આ યુવાને યુવતી ને મરવા મજબુર કરવાના ઈરાદે હેરાન કરતા તેણે આત્મ હત્યા કરતા રાજપીપલા પોલીસે આરોપી સામે આત્મ હત્યાનો ગુનો કરવા માટે દુપ્રેરણ કરવા માટે ઇ.પી.કો. કલમ ૩૦૬, તથા એટોસીટી એકટ ની કલમ ૩(૨) (૫) મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસ નર્મદા જિલ્લાના સ્પે.સેશન્સ જજ એસ.પી. તામંગ ની કોટૅમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ પ્રવિણકુમાર પરમારે (લોકડાઉનમાં ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી) ધારદાર દલીલો કરી સખતમાં સખત સજા કરવા અરજ કરેલી.જે અરજ ધ્યાને લઈ એસ.પી.તામંગ સાહેબે શાહબાઝ હનીફભાઈ નકુમને ઈ.પી.કો. કલમ ૩૦૬ ના ગુનાના કામે ત્રણ વર્ષે છ માસની સખત કેદની સજા તથા રૂા.૫૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો છે માસની સખત કેદની સજા નો હુકમ કરતા નર્મદા જિલ્લામાં ઓનલાઇન સજા નો કદાચ આ પ્રથમ ચુકાદો હશે.