રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહી પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળતા પોલીસ સબ ઇસ્પેકર સી.ડી પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા એક સોનાલિકા ટેક્ટર ભૂરા કલર નું જેની ટ્રોલી ની અંદર ચોર ખાનું બનાવીને લઈ જવાતો ભારતીય બનાવટ ના ઇંગીલશ દારૂ જેમાં (૧) ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના પ્લાસ્ટિક ની બોટલો નંગ ૨૮૭ કિંમત રૂપિયા ૧,૩૭,૭૬૦ તથા (૨) ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂના પત્રાના ટીન બિયર કુલ નંગ ૨૮૫ જીની કિંમત રૂપિયા ૩૨,૭૭૫ મળી ઇંગ્લિશ દારૂ ના હોલ તથા ટીન મળી કુલ બોટલો નંગ ૫૭૨ જેની કુલ કિંમત ૧,૭૫,૫૩૫ તથા પ્રોહી મુદ્દા માલ ની હેરા ફેરી નું ટ્રેક્ટર તથા ટ્રોલી ની કિંમત ૪,૦૦,૦૦૦ મળી આમ કુલ મુદ્દામાલ ની કુલ કિંમત રૂપિયા ૫,૭૦,૫૩૫ નો મુદ્દા માલ પકડી પાડી આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.