રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા નગરપાલિકાના ૧૫૦ જેટલાં હંગામી કર્મચારીઓ છેલ્લાં ૪ મહીના થી પગાર વગર કામ કરી રહ્યાં છે, લોકડાઉન અને કોરોના મહામારી ના સંક્રમણ ના ભય વચ્ચે રાત દિવસ કામ કરવા છતાં પણ હંગામી કર્મચારીઓ ને સમયસર પગાર નહીં મળતા 150 થી વધુ કર્મચારીઓ ના પરિવારો ના ભરણ પોષણ નો પ્રશ્ન ઉભો થાયો છે. ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ ને રજુઆત કરતાં તેઓ એ પગાર કરી શકવાની અસમર્થતા દર્શાવી હતી, જેથી આખરે કર્મચારીઓ પગાર નહીં તો કામ નહીં નો નારો બુલંદ કરી આજે સાગમટે હડતાળ ઉપર ઉતરી ગયાં છે. સફાઈ, પાણી, વિજળી સહીત ની સેવાઓ પ્રભાવિત થશે.
ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ નુ શું કહેવુ છે: નગરપાલિકા નુ સ્વભંડોળ ખાલીખમ છે, જેથી હાલ પગાર કરી શકાય તેમ નથી, જ્યારે પૈસા આવશે ત્યારે અમે પગાર કરીશું, સરકાર મા અમે રજુઆત કરી છે. અપક્ષ સદસ્ય કમલભાઈ ચૌહાણ નુ કહેવું છે કે હંગામી કર્મચારીઓ પગાર વગર હાલાકી થઈ રહી છે. ચિફ ઓફીસર નુ વલણ મનસ્વી અને ખોટી ધાક ઉભી કરવા નો પ્રયત્ન કરે છે, તેમજ એસ.સી/એસ.ટી કર્મચારીઓ પ્રત્યે નફરત ધરાવતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.