રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મા દશામા ની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ખાતે મા દશામા ના મંદિર સહિત આગળ ના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ને લઈને માઇ ભકતોએ પાછળના ભાગે થી બોખમાં માં દશામાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામા ના વ્રત ના દશ દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારે વાજતે-ગાજતા મા ની આરતી ઉતારી માં દશામા ની મૂર્તિઓનુ વિસર્જન યોજાયું હતું તો પ્રાંતિજ મા દશામા ના મંદિર સહિત ના રસ્તા ઉપર પ્રાંતિજ પોલીસ નો જિલ્લાના એસ.પી.ની સુચના મુજબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સ અને કરફ્યુ નો ભંગ ના થાય તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત મંદિર સહિત આજુબાજુ માં ગોઠવી દેવામાં આવ્યો હતો તો દશ દિવસ ના મા દશામા ના વ્રત પૂર્ણ કરી માઇ ભકતો એ પણ પ્રાંતિજ બોખ ખાતે મૂર્તિ ઓનુ વિસર્જન કરવા માટે ઉમટી પડયા હતા તો પ્રાંતિજ પોલીસ નો કડક પહેરો હોવાથી માઇ ભકતો પાછળ ના ભાગે ધોબી ધાટ વિસ્તાર માથી મા દશામા ની મૂર્તિ ઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ પોલીસ આગળ પહેરો ભરતી રહી ને માઇ ભકતો પાછળ ના ભાગે થી મા દશામા ની મૂર્તિ વિસર્જન કરી આવ્યા હતાં તો મંદિર ના ટ્રસ્ટી નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા પોલીસ ના ચુસ્ત પહેરાને લઈને અને લોકોની આ સ્થાન સાથે પોલીસની કડક અમલવારી સાથે વિરોધ પણ કર્યો હતો સરકારની બેવડી નિતિ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે વ્રત પહેલા મૂર્તિ ઓને બજાર માં વેચાવા દેવી જોઈતી ન હતી અને માઇ ભકતો દ્વારા વ્રત કરી મૂર્તિ ઓનુ વિસર્જન માટે આવ્યા તો પોલીસે વિસર્જન કરવા દીધુ ન હતું પણ માઇ ભકતો પાછળ ના ભાગે મૂર્તિ વિસર્જન કર્યું હતું.