રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે સી. સી. રોડના કામો થયા તે કામો એક વર્ષમા ટુટી ગયા હતા હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરી ખોટા બીલો બનાવીને વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખુલી જાય છે ભોળાનાથ ના મંદિર થી બેસ ટેન્શન સુધી આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો અત્યારે સી. સી. રોડ જેવુ નામ નથી રહ્યુ. સી.સી.રોડ ફરીવાર બનાવાની માંગ ઉઠી છે અને જે લોકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે વાવેરા ગામે છેલ્લા ત્રણ વર્ષ અને છ મહિનામા થયેલા દરેક કામો ની તપાસ કરવામા આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત થશે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.