રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
મહિલાઓ તેમજ પુરુષો દશામાં ના દસ દસ દિવસ વ્રત રહી પુજા ઉપવાસ કરતા હોય અને આજે અગીયાર માં દિવસે દશાની મૂર્તીઓનુ વિસર્જન કરવામાં આવે છે. ધારેશ્ર્વર નજીક આવેલ ધાતરવડી ડેમ ૧ માં મોટી સંખ્યામાં ભાવી ભક્તો દશામાંની મૂર્તિનુ વિસર્જન કરવા આવ્યા રહ્યુ છે. રાજુલા તાલુકાના ધારેશ્ર્વર.દિપડિયા.વાવેરા.અને રાજુલા સહિતના લોકો બહોળી સંખ્યામાં દશામાં ની મૂર્તિ પધરાવવાં ભક્તોની લાઈનો લાગી છે. તેમજ દશામાંના વ્રત શ્રાવણ મહિના ના પહેલા દિવસ થી જ રહેવામાં આવે છે દશામાં દસ દિવસ વ્રત રહી સવાર સાંજ દશામાંની આરતી અને પુંજા કરવામાં આવે છે અને દસમાં દિવસે રાત્રે જે લોકો દશામાં વ્રત રહેતા હોય તે લોકો રાત્રીના જાગરણ કરવામાં આવે છે અગિયારમાં દિવસે મહાપુંજા અને આરતી કરવાંમાં આવે છે. તેમજ દશામાંની મૂર્તીને વહેતા પાણીમાં અથવા નદી તળાવ માં વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન કરતા પહેલા દશામાંની મૂર્તીને તળાવ અથવા નદિ કિનાર પર જાઈ છે ત્યારે ત્યા પણ મહાઆરતી કરીને મૂર્તીને પાણી વિસર્જન કરવામાં આવે છે.