રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સબ રિઝનલ એમ્પોઈમેન્ટ ઓફિસ, એન.સી.એસ.સી/ એસ.સી/એસ.ટી, સુરત દ્રારા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (સોફટવેર) તથા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (હાર્ડવેર મેન્ટેનન્સ)ની તાલીમ અન્વયે રાજયના ફકત એસ.સી/એસ.ટી ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લાનાં ફકત એસ.સી/એસ.ટી ના ૧૮ થી ૩૦ વર્ષના ઉમેદવારો કે જેઓ ધો.૧૦, ૧૨, આઇ.ટી.આઇ (૧૦ + એક વર્ષ આઈ.ટી.આઈ કોર્ષ) ,સ્નાતક, તેમજ અનુસ્નાતક હોઇ તે ઉમેદવારોએ કચેરીના કામકાજના દિવસોમાં વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.